ગાંધીનગરના સમાચાર
ગાંધીનગર આયોજનપૂર્વક વસાવાયેલું પાટનગર છે — સેક્ટરમાં વહેંચાયેલું, વૃક્ષોથી ઘેરાયેલું અને રાજ્યના વહીવટનું કેન્દ્ર. સચિવાલય અને વિધાનસભાના નિર્ણયો અહીંથી નીકળે છે, અને નજીકનું ગિફ્ટ સિટી નાણાકીય સેવાઓનું નવું કેન્દ્ર બન્યું છે. સરકારી જાહેરાતો, ભરતી, અક્ષરધામ અને શહેરના વિકાસના સમાચાર અહીં એકસાથે.
Gandhinagar Municipal Election Results : ગાંધીનગરના મનપાના આ વોર્ડમાં કોંગ્રેસની આખી પેનલની જીત
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં શરુઆતના વલણથી ભાજપ આગળ હતું. ગાંધીનગરમાં અત્યાર સુધીની ગણતરીની મોટાભાગની બેઠક પર ભાજપની જીત થઈ છે. ગાંધીનગર મનપામાં ભાજપની જીત નિશ્ચિત છે.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત, કોંગ્રેસ બીજા ક્રમે, AAP ખાતું ખોલાવવામાં નિષ્ફળ
ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ના 11 વોર્ડની તમામ 44 બેઠકો માટે 11 ઓક્ટોબરે મતદાન યોજાયું હતું અને આજે સવારે 9 વાગ્યે મતગણતરી શરૂ થઈ હતી. આ 44 બેઠકો માટે કુલ 130 ઉમેદવારો મેદાનમાં હતા.
Breaking News : બજરંગ દળે ગાંધીનગરના ગરબા ગ્રાઉન્ડમાંથી બે વિધર્મીઓની ઝડપી પાડ્યા, હિન્દુ નામે પાસ મેળવ્યાનો આરોપ !
ગાંધીનગરના એક ગરબા ગ્રાઉન્ડમાં તિલક કરવાનો ઇનકાર કરતાં બે યુવકોને બજરંગ દળના કાર્યકરોએ પકડીને પોલીસને સોંપ્યા હોવાની ઘટના સામે આવી છે. બંનેએ હિન્દુ નામ ધારણ કરીને પાસ મેળવ્યા હોવાનો આરોપ છે.
ગાંધીનગર મનપા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો કારમો પરાજય, 32 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતગણતરી પૂર્ણ થઈ છે. અંતિમ પરિણામો પણ સામે આવ્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે.