વડોદરાના સમાચાર
ગાયકવાડી શાસનનો વારસો વડોદરાને આજે પણ ઓળખ આપે છે — લક્ષ્મી વિલાસ પેલેસ, એમ. એસ. યુનિવર્સિટી અને શહેરની બાગબગીચાની રચના એ જ સમયની દેન છે. વિશ્વામિત્રીના કાંઠે વસેલું આ શહેર હવે પેટ્રોકેમિકલ અને એન્જિનિયરિંગનું કેન્દ્ર છે. શિક્ષણ, ઉદ્યોગ, નગરપાલિકા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્થાનિક સમાચાર અહીં એકસાથે વાંચો.
Breaking News: વડોદરામાં ગરબાનો વર્લ્ડ રેકોર્ડ, 46,818 ખેલૈયાઓએ એકસાથે ગરબે ઘૂમી રચ્યો ઈતિહાસ
વડોદરામાં નવરાત્રિ પહેલા જ ગરબાના રંગો છવાઈ ગયા છે. યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ ખાતે 7 ઓક્ટોબરે એક સાથે 46,818 ખેલૈયાઓએ ગરબે ઘૂમીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
TV9 ગુજરાતી