સુરતમાં ગરબા રમતા રત્નકલાકારનું મોત, છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા
Surat News: સુરતના વેલંજા વિસ્તારમાં ગરબા રમતી વખતે 39 વર્ષીય રત્નકલાકાર અજય અકબરીનું ઓચિંતા મોત થયું છે. નીલકંઠ વરણી સોસાયટીમાં ગરબા રમતી વખતે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તેઓ ઢળી પડ્યા હતા.