Breaking News : ગાંધીનગર અડાલજમાં ગમખ્વાર અકસ્માત, 3 ખેલૈયાના મોત, ગરબા રમી પરત ફરતા બની દુર્ઘટના
આ અકસ્માત એટલો ભયાવહ હતો કે કારમાં બેઠેલા 3 ખેલૈયાઓના મોત થઈ ગયા છે. ગાંધીનગરના અડાલજમાં ગરબા રમીને વહેલી સવારે પરત ફરી રહેલા ખેલૈયાઓની કાર ગમખ્વાર અકસ્માતનો ભોગ બની હતી.